બિપોર્જય વાવાઝોડું ક્યાં પહોચ્યું?
8 kmની ઝડપ સાથે વાવાઝોડુ જખૌ થી 140 km દુર , દરિયા કાંઠેભારેપવન ફુંકાઈ રહ્યો છે
બિપોર્જય વાવાઝોડું ક્યાં પહોચ્યું?
Gujarat Cyclone Biporjoy NewsLive બિપોર્જય વાવાઝોડું નું લાઈવ લોકેશન, જુઓ વાવાઝોડુંક્યાંપહોચ્યું? :- મિત્રો અત્યારે ગુજરાતની અંદર વાવાઝોડાનીઅસર જોવા મળીરહી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વાળા વિસ્તારની અંદરવત્તા ઓછા ઓછા પ્રમાણમાં વરસાદ તથા પવનનું જોર વધ્યુંછદરિયાની અંદર કરંટ જોવા મળ્યો છે, બીપો જોય વાવાઝોડાનાલીધે ગુજરાતના વિવિધ પાકોની અંદર નુકસાન થવાનીભીતછે.હવે મિત્રો જોઈએ કે વાવાઝોડું કેટલે આવ્યું.
Cyclone Biporjoy
કચ્છના દરિયા કિનારા વિસ્તારમા દરિયામા ભારે કરંટ, વાવાઝોડા ટકરાવાનો સમય નજીક આવતા પવનની ઝડપ વધી કચ્છના દરિયા કિનારા વિસ્તારમા દરિયામા ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની અસર વચ્ચે સુથરીના દરિયા કિનારે દરિયામા ભારે મોજા સાથે પવનની ઝડપ વધી છે અને દરિયામા કરંટ જોવા મળ્યો. વાવાઝોડા ટકરાવાનો સમય નજીક આવતા પવનની ઝડપ વધી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
Cyclone Biparjoy Breaking
જખૌ પોર્ટ લોકો તેમજ મીડિયા કર્મીઓ માટે પણ બંધ કરાયો, શ્રમિકોના ઘરમાં ઘૂસ્યા પાણી
Kutch : કચ્છમાં ધીરે ધીરે વાવાઝોડાની (Cyclone Biporjoy) અસર વધી રહી છે. સંભવિત વાવાઝોડાની (Cyclone Biparjoy)અસરને પગલે જખૌનો પોર્ટ બંધ કરાયો છે. જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ પોર્ટ બંધ કરાવી દેવાયો છે. પીઆઈ ડી.એસ.ઇશરાની દ્વારા જખો પોર્ટ પર જવાનો રસ્તો બંધ કરાયો છે. લોકો તેમજ મીડિયા કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. તો સાથે જ જખૌ બંદર પર સમુદ્રની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પરના કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.
ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાએ તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે. વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ ગીરસોમનાથના કોડીનારમાં દરિયાની નજીકના મકાનો ધરાશાયી થવા લાગ્યા છે. કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાકાંઠે મકાનો ધરાશાયી થવાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે દરિયાના મોજાની થપાટથી મકાન ધ્વસ્ત થઈ રહ્યા છે. આ વીડિયો પરથી જ વાવાઝોડાની ભયાનકતા આંકી શકાય છે. બિપરજોય વાવાઝોડું ના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 👇
હવામાન વિભાગની આગાહિ PDF | અહીં ક્લિક કરો |
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ Map | અહીં ક્લિક કરો |
લાઈવ Windy માં જોવા માટે | અહીં ક્લિક કરો |